कृषि प्रभात

શિયાળું મોલાતનો હાથમાં આવેલ કોળિયો સ્વાહા...
Thu, 26th Mar, 2020 10:35 pm

રમેશ ભોરણિયા તા.૨૪, શહેરોને કોરોના વાયરસે લોકડાઉન કરી દીધા છે, ત્યારે ગામડાઓની સીમસેઢા પર કમોસમી વરસાદની પીડાઓ ઉભી થઇ રહી છે. ગઇ કાલે (22, માર્ચના) ઉત્તર ગુજરાતના અંબાજી વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યાના વાવડ છે. સોમવારના આ લખાય છે, ત્યારે બપોરના 3 કલાકે આકાશે કાળી ડિબાંગ ખડાઓ દેખાયાની વાત કરતાં અમરેલીના બગસરા તાલુકાના શાપર ગામના પ્રાગજીભાઇ કાનાણી (મો.63525 33561) કહે છે કે કુદરતનેય ક્યાંય સખ ન હોય તેમ પંદર દાળે આકાશે માવઠાંના ચિન્હો દેખાવા લાગે છે. ખેતરોમાં પાછોતરા ચણા અને ઘઉંમાં કાપણી ચાલું છે, ત્યારે માવઠાંએ કામ વધારવાનો ભય ઉભો કર્યો છે. બાકી ઉગતી ઉનાળું મોલાતને વાંધો ન આવે. બપોર પછીના 3.30 કલાકના ટાઇમે અમરેલીના ધારી તાલુકાના માલસિકા ગામના મહેશભાઇ ગેડિયા (મો.97265 18146) કહે છે કે માથા ઉપર આભમાં વરસાદો ગોરંભાઇ રહ્યાં છે કે જાણે હમણા જ વરસાદ તૂટી પડશે, એવો અષાઢી માહોલ ઉભો થયો છે. ખળાઓમાં વાઢેલા ચણા અને ઘઉંના આડિયા પડ્યા છે, બીજી તરફ ખેતરોમાં મોડે વવાયેલ ઘઉં અને ચણાનો પાક ઉભો છે. આમાં તો કુદરત કરે ઇ સાચૂ ! ધારીના પડખામાં આવેલ ગોવિંદપુરા ગામના રાજુભાઇ સતાશિયા (મો.97245 30631) કહે છે કે અમારી આખી રવી સિઝનનું વાવેતર જ લેઇટ હતું. અત્યારે ખેતરોમાં ઘઉં, ધાણા અને ચણાનો પાક વઢાયેલો પડ્યો છે. બપોર પછીના 3 વાગ્યાથી સતત પવન સાથેનો વરસાદ પડી રહ્યોં છે. આંબાવાડીઓમાં કેરીના પાકનું તો પુરૂ જ કરી નાખ્યું હશે. દોઢેક ઇંચ પાણી પડી ગયું હશે. આ લખાય છે, ત્યારે વરસાદ ચાલું જ હતો. બોલો, કુદરતને તમે ક્યાં પહોંચો ? ખેડૂતના હાથમાં આવેલ શિયાળું મોલાતનો કોળિયો રેઇન ડેમજ થતાં આટલી વાર લાગે ! 
 


Photo Stories

મલેશિયા ખાતે પ્રાઇસ આઉટલૂક સેમિનારમાં અગ્રણી એનાલિસ્ટો...

મલેશિયામાં કુઆલા લમ્પુર ખાતે પ્રાઇસ આઉટલૂક સેમિનારના અંતિમ દિવસે વર્લ્ડના નામાંકિત એનાલિસ્ટોએ ખાદ્યતેલોના ભાવ વિશેના...

Thu, 09th Mar, 2017 07:02 am

More stories...

Gallery

What they say about us

© 2015 eCommodityWorld. All rights reserved. INDIA